પટેલ કોલોનીમાં રહેતા કોલેજિયન યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

પુનિતનગરમાં યુવાને અગમ્ય કારણોસર આપઘાત કર્યો: ધરારનગરના યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

જામનગર મોર્નિંગ - જામનગર

જામનગર શહેર-જિલ્લામાં આત્મહત્યાના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે છેલ્લા થોડા દિવસોમાં આશાસ્પદ યુવાન-યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે ત્યારે જામનગરમાં ગઈકાલે સાંજે વધુ એક યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે જયારે કોલોનીમાં ગઈકાલે વિધાર્થી યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો જયારે ધરારનગરમાં રહેતા 45 વર્ષના યુવાને ચાર દિવસ પહેલા અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા સારવારમાં ખસેડવામાં આવ્યા બાદ સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજતા પોલીસે બંને બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.  

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં પુનિતનગર વિસ્તારમાં રહેતા લકીરાજસિંહ પરમાર (ઉ.વ. 20) નામના યુવાને અગમ્ય કારણોસર ગઈકાલે સાંજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકવા થઇ ગયો હતો, પોલીસને જાણ કરાતાં પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાત પાછળનું કારણ જાણવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.  

જયારે જામનગર શહેરમાં આવેલ પટેલ કોલોની શેરી નં. એકમાં આવેલ શ્રી રંગ એપાર્ટમેન્ટમાં રહેતો રોનક વિપીનકુમાર ખરાડી નામનો યુવાન મૂળ ગાંધીનગરનો રહેવાસી અને જામનગર આયુર્વેદ કોલેજમાં ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતો હોય અને ગઈકાલે સવારે રહેણાંક મકાનમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી, આ બનાવની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી યુવાનના પરિવારને જાણ કરી હતી તેમજ પીએમ અર્થે ખસેડી આત્મહત્યા પાછળના કારણ જાણવા સહિતની તપાસ હાથ ધરી છે.

ઉપરાંત જામનગરમાં ધરારનગર-02માં રામદેવપીરના મંદિર પાસે રહેતા રમેશભાઈ ભીખાભાઈ શિયાર (ઉ.વ. 45) નામના યુવાને ગુરુવારે રાત્રે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો બાદમાં તેને જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પુત્ર મનીષ શિયારે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.