જામનગર મોર્નિંગ - જામનગર
જિયો-બીપીએ આજે ACTIVE ટેકનોલોજી સાથે ડીઝલને બજારમાં મુક્યુ હોવાની ઘોષણા કરી છે, જે ભારતમાં ઇંધણ બજારમાં હલચલ મચાવવા અને ભારતીય ઉપભોક્તાઓ માટે ડીઝલના ધોરણે ઉપર લઇ જવા માટે સજ્જ છે. બજારમાં મુકાયેલ તદ્દન નવું જ એડીટીવાઇઝ્ડ, કંપનીના સમગ્ર નેટવર્કમાં ઉપલબ્ધ છે અને તે 4.3% સુધીની સુધારેલી ઇંધણ કરકસરતાને કારણે પ્રત્યેક ટ્રક દીઠ રૂ. 1.1 લાખની વાર્ષિક બચત પ્રાપ્ત કરશે. આ નવું હાઇ પર્ફોમન્સ ડીઝલ જિયો-બીપીના દરેક આઉટલેટ્સમાં ઉપલબ્ધ બનશે અને ભારતીય માર્કેટમાં સૌપ્રથમ વખત કોઇ વધારાના ખર્ચ વિના નિયમિત કિંમતે ઓફર કરવામાં આવશે.જિયો-બીપી સીઈઓ હરીશ સી મહેતાએ જણાવ્યું હતું કે, “દરેક ગ્રાહક મહત્ત્વપૂર્ણ હોયછે ત્યારે ટ્રકરો હંમેશાં જિયો-બીપી માટે વિશેષ સ્થાન ધરાવે છે. લગભગ અડધોઅડધ ટ્રકરોનો સંચાલન ખર્ચ ધ્યાનમાં લેતાં અમેસમજીએ છીએ કે તેમની એકંદર વેપાર કામગીરી પર ઈંધણનો મહત્ત્વપૂર્ણ પ્રભાવ પડે છે. ઈંધણની કામગીરી અને એન્જિનની જાળવણી પ્રત્યે તેમની ચિંતાઓ દૂર કરવા જિયો-બીપી સ્ક્રેચમાંથી કસ્ટમાઈઝ્ડ એડિટિવ વિકસાવવા માટે ઉત્તમ ટેકનોલોજિસ્ટો સાથે ઘણાં વર્ષોથી કામ કરી રહી છે. આ એડિટિવથી સમૃદ્ધ હાઈ પરફોર્મન્સ ડીઝલ ખાસ ભારતીય રસ્તાઓ પર અને ભારતીય ડ્રાઈવિંગની સ્થિતિઓમાં ભારતીય વાહનો માટે તૈયાર કરવામાં આવ્યું છે.”
તે પ્રવર્તમાન એન્જિનના ભાગો પરથી પ્રવર્તમાન કચરાને દૂર કરવામાં મદદ કરે છે અને તેના ભરાવા સામે રક્ષણ આપે છે.
તેમાં એન્ટી-ફોમ એજન્ટનો સમાવેશ થાય છે તે ચોખ્ખી, ઝડપી અને સુરક્ષિત રિફ્યૂઅલીંગ ડિલીવર કરવામાં મદદ કરે છે જેથી તમારી ટ્રક્સ માર્ગ પર વધુ સમય અને પંપ પર ઓછો સમય વિતાવી શકે.
100ધી વધુ વર્ષના સંશોધન સાથે બીપીની વૈજ્ઞાનિકો અને એન્જિનીયર્સની સમર્પિત ટીમ ઇંધણો અને વ્હિકલ ટેકનોલોજી વચ્ચેની આંતરક્રિયાઓની ઊંડી સમજણ ધરાવે છે અને વિશ્વના સૌથી શ્રેષ્ઠ ઉત્પાદકો સાથે ગાઢ સહયોગ ધરાવે છે. નવા ડીઝલ માટેના સખત પરીક્ષણ લંડનની માન્ય અને વિખ્યાત સ્વતંત્ર વૈશ્વિક ઓટોમોટીવ ટેસ્ટીંગ એજન્સી મિલબ્રૂક UTAC દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રોડક્ટને ખાસ કરીને ભારતીય વ્હિકલ્સ અને ભારતીય ડ્રાઇવીંગ અને ઓપરેટિંગ સ્થિતિ માટે ડિઝાઇન કરવામાં આવી છે.
ACTIVE ટેકનોલોજી સાથેનું જિયો-બીપીનું ડીઝલ ખાસ કરીને ભારતીય બજાર અને નુકસાનકારક એન્જિન કચરા સામે લડવા માટે ડ્રાઇવીંગ સ્થિતિ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે અને તે જેમ જેમ ડ્રાઇવ કરો છો તેમ તેમ એન્જિનને સાફ કરે છે જેમાં પ્રથમ વખત ભરાવાના પ્રારંભથી સમાવેશ થાય છે. અમારા વિશિષ્ટ, આંતરરાષ્ટ્રીય રીતે વિકાસ કરાયેલ ACTIVE ટેકનોલોજી બે કુશળ માર્ગે કચરા સામે લડે છે.
0 Comments
Post a Comment