જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા દ્વારા)

કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા એક શખ્સ દ્વારા ગૌશાળામાં જઈ અને અહીં રહેલી એક ગાય પ્રત્યે વિકૃતિ વ્યક્ત કરી અને કુકર્મ આચાર્યનો બનાવ સામે આવ્યો છે. જે સંદર્ભે પોલીસે એક આસામીની ફરિયાદ પરથી આ શખ્સ સામે વિવિઘ કલમ મુજબ ગુનો નોંધી, કાયદેસરની કાર્યવાહી કરી હતી.

સમગ્ર જિલ્લામાં અતિ ચકચારી એવા આ બનાવની વિગત મુજબ કલ્યાણપુરથી આશરે 35 કિલોમીટર દૂર ભોગાત ગામે આવેલી શ્રી ભોગાત ગૌસેવા સેવા સમિતિ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં આ જ ગામનો ધના લખમણ કંડોરીયા કે જે આ ગૌશાળામાં સેવા કરવા આવતો હતો, તેના દ્વારા ગત રવિવાર તારીખ 7ના રોજ આ ગૌશાળામાં એક ગાય પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચારવામાં આવતું હોવા અંગેનો વિડીયો એક આસામી દ્વારા મોબાઈલમાં લઈ લેવામાં આવ્યો હતો.

આથી દુષ્કૃત્ય અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં કલ્યાણપુર તાલુકાના ગૌસેવકો અને ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા. આ પ્રકરણમાં ગૌશાળાની સમિતિના સભ્ય તરીકે રહેલા માયાભાઈ ઉર્ફે બુધાભાઈ ભગુભાઈ રૂડાચ (ઉ.વ. 44, રહે. ભોગાત)ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ધના લખમણ કંડોરીયા સામે આઈ.પી.સી. કલમ 377 તથા પશુ પ્રત્યે ઘાટકી પણ અધિનિયમ નિકલમ મુજબ ગુનો નોંધ્યો છે.

આ સમગ્ર પ્રકરણમાં અહીંના ડીવાયએસપીના વડપણ હેઠળ આગળની તપાસ કલ્યાણપુરના પી.એસ.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ જધન્ય બનાવથી સમગ્ર પંથકના ગૌ પ્રેમીઓમાં આરોપી સામે ભારે રોષની લાગણી પ્રસરી જવા પામી છે.