પૂર્વમંત્રી શ્રી બાબુભાઈ લાલની પુણ્યતિથિ નિમિતે 

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેરમાં અનેકવિધ સેવાકિય પ્રવૃતિઓ કરતી સંસ્થા શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા ગુજરાત રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને આગામી તા. 15-05-2023ને સોમવારે સાંજે 5થી 8 સુધી શ્રી લોહાણા મહાજનવાડી, બાદિયાણી વિંગ, પંચેશ્વર ટાવર જામનગર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 

જામનગર શહેરમાં રક્તદાનની પ્રવૃત્તિને વધુને વધુ વેગવંતી બનાવવાના ધ્યેય સાથે ઉપરાંત જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહેવા તેવા શુભ આશ્રય સાથે અમારા ટ્રસ્ટો દ્વારા થોડા થોડા સમયાંતરે રક્તદાન કેમ્પનું આયોજન કરાઈ રહ્યું છે. જેના ભાગરૂપે આગામી તા. 15-05-23ને સોમવારે સાંજે રક્તદાન કેમ્પ યોજાઈ રહ્યો છે. આ સેવાયજ્ઞમાં સર્વે જામનગરવાસીઓને જોડાઈને રક્તદાન જેવું મહાદાન કરીને પોતાની પવિત્ર ફરજ અદા કરવા માટે ટ્રસ્ટી શ્રી જીતેન્દ્ર એચ. લાલ (જીતુ લાલ) દ્વારા અનુરોધ કરાયો છે.