જાડામાં હજુ ઘણા દાઝશે...? ઝોન ફેર સામે કોર્ટમા કેસ થતા બધી મહેનત અને "વહેંચણી" ફેલ ગઈ...? જામનગર, સુરત, ગાંધીનગરને સાંકળતુ પ્રકરણ થશે 

સરકારી કચેરીઓમાં એજન્ટ-દલાલ પ્રથા બંધ છે, જામનગર કલેક્ટરનુ જાહેરનામુ છે છતાય... કોર્પોરેશન, રેશનકાર્ડ, ઝોનલ ઓફીસ, પુરવઠા, સિવિક સેન્ટર, જમીનને લગત શાખા અને કચેરીઓમાં મળી અમુક કચેરીઓમાં સાહેબોના "માનીતા" "પાળીતા" ફરે છે તે કોણ છે...?

લોકવિચાર મંચના ધ્યાનમાં આવી સરકારી કચેરીઓની રેઢીયાળપણાની અનેક બાબતો: લોકોની અરજીઓ કામના નિકાલની સમય મર્યાદા નથી, યુનિફોર્મ નથી, આઉટસોર્સ ઉપર તાગડ ધીન્ના, કહેવાતી બદલીઓ કરી સંતોષ માનતુ તંત્ર બાદમા છાને ખુણે ચાર્જ સોંપી બલ્લે... બલ્લે... કોન્ટ્રાક્ટ ઉપર મામકા ને જ લેવાય (એ ય પાછા કામ કરવુ હોય તો જ કરે) પાંડવા પગ ઘસે, કહેવાતી પારદર્શીતાને સંવેદનશીલતાઓ ક્યાં...?

જામનગર મોર્નિંગ - જામનગર (ભરત ભોગાયતા)

જામનગર વિસ્તાર વિકાસ સતામંડળ "જાડા"ના ચેરમેનની રાતોરાત બદલી થયા બાદનું કચેરીનુ ચિત્ર વિચિત્ર જોવા મળે છે જો કે ચેરમેનમાં ખરાડી હતા તોય કઈ ભલીવાર તો ખાસ નહોતો પણ નવા ચેરમેનનો તો કઈ દાબ જ ન હોય તેમ ગમે તે વ્યક્તિ જાડા કચેરીમા આટા મારે દાખલા તરીકે સીવીલ ઇજનેર પંડ્યા... જે  એકપણ પ્રકારે નોકરી ઉપર નથી તોય જાડાની ઓફીસમાં બેસે પણ સિવિલ હેડની અધીકૃત ઓફીસમાં બેસે ને ફાંકા ફોજદારી કરે છે પોતે પાછા પારદર્શી હોવાનુ જેટકો અને જાડામાં અજોડ અભિનય કર્યા છે એ લોકો જાણે છે હવે આ ભાઇ અને બીજા શુ કામ આવે છે તેની મુખ્ય કારોબારી અધીકારી તપાસ પણ કરતા નથી...! કેમ ભાઇ સરકારના કઇ લાગતા વળગતા છે...? પંડ્યાજી આમની કાર્યશૈલીની વિગતો બહાર આવી રહી છે અને ગ્રાન્ટના નાણાના મોટા ખર્ચ બતાવી પોતાના સહિત દરેક ને "લાભ" મળે તે રીતે વિકાસ કામો કરવામા નિષ્ણાંત જાડાના સીવીલ વાળા પંડ્યા વિશે અમુક સ્ફોટક વિગત હજુ મળશે જેમા કોક કોક ચેરમેન અને સી.ઇ.ઓ. પણ સંડોવાયેલા હશે...? હશે તો હશે...? બધુ અવી જ રહ્યુ છે ધીમે ધીમે પ્રકાશમાં જે શેતરંજીની જેમ ઘણાને ખેચશે તેની ખાત્રી માહિતી આપનારે આપી છે.

હવે આ માત્ર દાખલો છે આવુ અમુક અમુક ઘણી કચેરીઓમા જોવા મળે છે માટે લોકવિચાર મંચના પ્રમુખ સહદેવ મકવાણા અને  મંત્રી કિશોરભાઈ મજીઠીયાએ, રાજ્યપાલ, ગુજરાત રાજ્ય ગાંધીનગરને લખી નકલ રવાના મારફત જીલ્લા કલેકટર જામનગર કર્યુ છે જેમાંસરકારી કચેરીઓના વ્યક્તિગત કેસના બદલે જનરલ સનસનીખેજ ચિતાર અપાયો છે.
લોકવિચાર મંચના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તક / હેઠળ આવતી તમામ પ્રકારની સરકારી - અર્ધ સરકારી કચેરીમાં ઘણી વખત કચેરીમાં ફરજ ન બજાવતા હોય તેવી વ્યક્તિઓ કચેરીની ખુરશી પર બેસેલી જોવા મળે છે. તેમજ અમુક સમયે આવી વ્યક્તિઓ અધિકારી હોવાનો રોફ જમાવતા હોવાની લોક ફરિયાદો સંભાળવામાં આવે છે. આવી વયક્તિઓ અમુક જગ્યાએ કામ માટે આવનાર લોકો સાથે ઘણીવાર કચેરીના કામના વહીવટ કરતા પણ જોવા મળે છે, જે ખુબ ગંભીર બાબત જણાય આવે છે, આ સિવાય આવી વ્યક્તિઓ જે તે ઓફિસની ! કચેરીની ખુરશી પર બેસવાના લીધે પોતાને સરકારી કર્મચારી તરીકે ઓળખાવી ઓફિસમાં તેમજ ઓફીસ બારે પણ લોકોનો વહીવટી । વેપારી રીતે લાભ લેતા હોવાનું પણ લોકમુખે સંભાળવા મળે છે.
આથી આવા વ્યક્તિઓ સરકારી કચેરીમાં કામ માટે આવનાર લોકોનો ખોટો લાભ ન લે અને કામ માટે આવનાર લોકો હેરાન ખોટી રીતે હેરાન ન થાય તે માટે ગુજરાત રાજ્યમાં આવેલ કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ કચેરીમાં દરેક ક્લાસના કાયમી અને કોન્ટ્રકટ બેઝના કર્મચારી દરેક માટે અલગ - અલગ ડ્રેસ તેમજ દરેક માટે લોકોને દેખાય એ રીતે કર્મચારીના ફોટા અને હોદા સાથેનું આઈડી કાર્ડ પહેરવાનું ફરજીયાત બનાવવામાં આવે સાથોસાથ ડ્રેસ અને આઈડી કાર્ડ વિના આવનારને કર્મચારીને શિક્ષા । દંડિત કરવામાં આવે એ જરૂરી જણાય છે. કચેરીના કામના કલાકો દરમ્યાન ફોનમાં ઓછી વાત કરવા સુચન કરવામાં આવે. તેમજ આવી બાબતની ફરિયાદ કરવા માટે મોબાઈલ એપ બનાવવામાં આવે જેમાં લોકો આવા કર્મચારી કે બની બેઠેલા કર્મચારીનો ફોટો - વિડીઓ અપલોડ કરી શકે જેથી નિયમ મુજબ તેના સામે ખાતાકીય કામગીરી કરી શિક્ષા/દંડ ની અમલવારી કરી શકાય.તેમજ, ઘણી બધી કચેરીમાં કામ માટે આવનાર લોકો માટે અપૂરતી અથવા તો બેઠક વ્યવસ્થા નથી તે અંગે તત્કાલ ચોગ્ય વ્યવસ્થા કરવા આદેશ કરવામાં આવેઆથી અમો સંસ્થાની વિશાળ લોકોહીતમાં અરજ છે કે ઉપરોક્ત પ્રકારની કામગીરીના લીધે કામ માટે આવનાર લોકોને સરકારની કચેરી અને કામગીરી પ્રત્યે અણગમો ઉભો થાય છે. માટે આ બાબતની ગંભીરતાને ધ્યાને રાખી માતાર્તિક આપના સ્તરે આ બાબતે લગત વિભાગને જરૂરી આદેશ કરી જલ્દીથી જલ્દી આદેશની અમલવારી કરાવવામાં આવે તે ખુબજ જરૂરી જણાય આવે છે.

મોટા ઉપાડે જાડાએ ઝોન ચેન્જ તો કર્યો પણ...

જામનગરમાં ખુબ ગાજેલુ જાડા ઝોન પ્રકરણ હજુ પણ શાંત થયુ નથી પરંતુ સુરત અને ગાંધીનગરથી જામનગરને સાંકળતુ અને ઉપરથી "ફોન" આવેલા છતા બે પદાધીકારીઓ આડા ફાટેલા બાદમા શામ દામ દંડ ભેદથી માની ગયા બાદમાં બીજી વખત સામાન્ય સભામાં આવેલા જુદા જુદા ત્રણ ઝોન ચેન્જના પ્રકરણો ના ઠરાવ જામ્યા નહી માટે સરકારે પોતાની સતા વાપરી કેમકે મોટા માથાઓ જેઓ અગાઉના એક નાણામંત્રી જેમને ગામે ગામ મોરાની જમીન ખેતરો ઘણા છે તેમની મુજબ જમીનદાર થવાના બે ત્રન નેતા એક બે મંત્રીને અભરખા જાગ્યા ની ચર્ચા છે અથવા જમીન હેતુ બદલી મલાઇ ખાવાના ઓરતા છે તે દરેક એ મળી જામનગર દરેડ વગેરે ની જમીનોના ઝોન ચેન્જ આવા હેતુ ઓ માટે કરાવ્યાની ચર્ચા છે જો કે સત્ય કોને ખબર...? માટે આવા આક્ષેપની ચર્ચા થાય જ એ સ્વાભાવિક છે જેમા બે અધીકારીઓ પણ સામેલ છે હવે સાચુ ખોટુ તો કરનારા જાણે તે દરમ્યાન ફણગો ઇ ફુટ્યો કે દરેડ વિસચતારની ખુબ મોટી જમીન ઇન્ડસ્ટ્રીયલ ઝોન થઇ તેની સામે ચેલાના જનપ્રતિનિધી કોર્ટમા ગયા હોઇ મહા મહેનતે થયેલ ઝોન ચેન્જ ના અમલ હાલ અટકી  ગયા છે બીજી તરફ જાણકારો મજાક કરે છે કે ભાગ બટાઇ લાભ મલાઇ તોષણ અવેજ વગેરેના આદાન પ્રદાન થયા હશે તે હિસાબ કિતાબ હવે કેમ થશે...? ઝઘડા થશે કે શું...?

સરકારી કચેરીઓ અમુક તો તોબા... ક્યાંક પટ્ટાવાળા હોલ એન્ડ સોલ ક્યાંક "નીચેનો"ઇજનેર નીચેથી ઉપર ચેનલ ચડાવે (સિંચાઇ વગેરે કચેરીઓ) ક્યાંક દસ્તાવેજ એન્ટ્રી જમીન ટાઇટલ માટે ડાયરેક્ટ અરજદાર "નોટ એલાઉડ"... લે... બોલ...

જામનગર જિલ્લાની  અમુક સરકારી કચેરીઓની લાલિયા વાડી જલસા જમાવટ ટેસડા જંગી નફો વગેરે પ્રસિદ્ધ છે બલકે  કુખ્યાત છે અને પારદર્શી સંવેદનાસભર વહીવટ ની વાત કરનાર યોજના મા પુરેપુરો રૂપીયો વપરાય છે તેવુ કહેનારાઓ કેનાલો રોડ પુલ બાંધકામ પાઇપલાઇન વગેરેના સ્પેશીફીકેશન સાથે મંજુર ખર્ચ સાથે કામો સરખાવો અને વારે વારે બોલતા શરમાવ કે અરજદારો પ્રત્યે સહાનુભૂતિ પુર્વક વર્તન કરો... કેમકે ઘણા ચોખ્ખુ જ કહે છે કે નિયમ મુજબ કામ કરવા જઇએ તો કઇ વધતુ નથી ઘણાને દેવુ પડે છે... બોલો હવે મુળવાત "જાડા" સહિત અમુક સરકારી કચેરીઓમાં "નકામા"સીવીલ ઇજનેર સહીત  "બહારના લોકો"ની જમાવટછેજાડામા હજુ ઘણા દાઝશે...? ઝોન ફેર સામે કોર્ટમા કેસ થતા બધી મહેનત અને "વહેંચણી" ફેલ ગઇ...? જામનગર-સુરત-ગાંધીનગરને સાંકળતુ પ્રકરણ થશે.