પોલીસ પહેરા હેઠળ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા પછી તબિયતમાં સુધારો થતાં ફરીથી જેલમાં ધકેલાયો
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરના રામેશ્વર નગર નજીકના સ્લ્મ એરિયામાં રહેતા એક નરાધમ શખ્સે સગી જનેતા પર દુષ્કર્મ ગુજારેલું હતું, જે અતિ ચકચાર જનક પ્રકરણમાં પોલીસ દ્વારા આરોપીને પકડી લેવાયો હતો, અને તેને જેલમાં ધકેલી દેવાયો હતો.
દરમિયાન ગઈકાલે સવારે તેણે જેલમાં કોઈ પણ રીતે ગળા ફાંસો ખાઈ લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેથી અન્ય કેદીઓએ તેને બચાવી લીધો હતો, તેને પોલીસ પહેરા હેઠળ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, અને જીજી. હોસ્પિટલમાં તેની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી, અને જી.જી. હોસ્પિટલમાંજ તૈયાર કરાયેલી કેદીઓ માટેની પ્રીઝનર કેબીનમાં રાખવામાં આવ્યો હતો. મોડી સાંજે તેની તબિયતમાં સુધારો થઈ જતાં તેને ફરીથી પોલીસ પહેરા હેઠળ જેલમાં મોકલી દેવાયો છે.
0 Comments
Post a Comment