જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાંથી બે મહિના પહેલા ચોરેલ મોટરસાયકલ સાથે એક શખ્સને સીટી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગરમાં મહિલા કોલેજ સામેથી એક મકાનની બહારથી જીજે 10 એલ 7926 નંબરની મોટરસાયકલ ચોરી થયું હોવાની ફરિયાદ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી, તે અનડિટેક્ટ ગુનાની તપાસ પીઆઈ એચ.પી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.એસ. વાઢેરની સૂચનાથી સ્ટાફના માણસો ચલાવી રહ્યા હતા તે દરમિયાન સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજા અને બળભદ્રસિંહ જાડેજાને બાતમી મળી હતી કે ઉપરોક્ત નંબરનું મોટરસાયકલ લઈને એક શખ્સ વિક્ટોરીયા પુલથી ગુલાબનગર તરફ જતો હોય તે શખ્સને ગુલાબનગર ચોકી પાસેથી ઝડપી લઈ ઈકોપ મોબાઈલમાં ચેક કરી પૂછપરછ હાથ ધરતા અનિલ કાકુભાઈ ભોણીયા (રહે. રાજકોટ જંકશન, પ્લોટ ગાયકવાડ છ કીટીપરા વિસ્તાર આવાસ યોજના) નામ જણાવતા અને ઉપરોક્ત મોટરસાયકલ મહિલા કોલેજ પાસેથી ચોરી હોવાની કબૂલાત આપતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
0 Comments
Post a Comment