સરકારી હોસ્પિટલમાં થતી સારવાર દર્દીઓ માટે આશીર્વાદરૂપ 

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)


દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં શહેર ઉપરાંત જિલ્લાભરના દર્દીઓ સારવાર અર્થે આવે છે. અહીંની સિવિલ હોસ્પિટલમાં એમ.એસ. જનરલ સર્જન તરીકે ફરજ બજાવતા ડો. નીતિન બી. સોનગરા દ્વારા છેલ્લા દોઢ વર્ષ જેટલા સમય ગાળામાં અનેક જટિલ ઓપરેશન કરવામાં આવ્યા છે. જેમાં આંતરડા, હરસ, મસા, સારણ ગાંઠ, વધરાવડ, રસોડી, ભગંદર, વિગેરેના ઓપરેશન અહીંની સરકારી હોસ્પિટલમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે,.

ડોક્ટર નીતિનભાઈ સોનગરા દ્વારા જટિલ મનાતા આંતરડાના કેન્સર, હોજરીમાં કાણું, આંતરપૂછ ફાટી ગયેલી હોય અને પેટમાં બગાડ પેટ માં ગયેલ હોઈ તેવા, ડાયાબિટીસના લીધે પગમાં સડો હોય તેવી સ્થિતિમાં અહીંની સરકારી હોસ્પિટલમાં સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવે છે. આ ઉપરાંત પેટમાં પાણી ભરાતા અંડાશયની ગાંઠનું ઓપરેશન, પથરી, સ્તનમાં ગાંઠ, રસી અને ડાયાબિટીસના દર્દી વિગેરેના નાના-મોટા અનેક ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એમ.એસ. જનરલ સર્જન ડો. નીતિન સોનગરા અમદાવાદની એલ.જી. હોસ્પિટલ અને વી.એસ. હોસ્પિટલ ખાતે પણ ફરજ બજાવી ચૂક્યા છે. ડો. સોનગરા ખંભાળિયાના જ વતની છે અને તેમના પિતા બી.પી. સોનગરા અહીંની જાણીતી એસ.એન.ડી.ટી. હાઈસ્કૂલના આચાર્ય છે.

અહીંની સરકારી હોસ્પિટલમાં અનેકવિધ રોગોની નિષ્ણાંત તબીબો દ્વારા આપવામાં આવતી સુવ્યવસ્થિત સારવાર અનેક દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે.