જામનગર મોર્નિંગ - જામનગર


જામનગરમાં ગ્રીન સિટી વિસ્તારમાં બુધવારે મોડી સાંજે એક રોજડું માર્ગ પર ફરતું જોવા મળ્યું હતું, જેથી લોકોનું ટોળું જોવા ઊંમટી પડ્યું હતું, નજીકમાં જ આવેલી આર્મીની દિવાલ કુદીને રોજડું બહાર આવ્યું હતું, અને ગ્રીન સિટીના રસ્તા પર આંટા ફેરા કરતું જોવા મળ્યું હોવાથી જોવા માટે લોકો એકઠા થયા હતા. જોકે થોડીવારમાં રોજડું ત્યાંથી ગાયબ થયું હતું. આ અંગે ફોરેસ્ટ વિભાગને જાણ કરાતાં ફોરેસ્ટ વિભાગની ટિમ ગ્રીન સીટી વિસ્તારમાં દોડી આવી હતી અને રોઝડા ને ફરીથી કુદરતના ખોળે મુકવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી.