જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર જિલ્લાના ધોળ તાલુકાના રોજીયા ગામમાં રહેતા એક ખેડૂતને મોબાઈલ ફોનના વોટ્સએપ ગ્રુપમાં ધાક ધમકી આપવા અંગે ધ્રોલના જ ખેડૂત સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી વિગત મુજબ ધ્રોલ તાલુકાના રોજીયા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા લગધીરસિંહ રતુભા જાડેજાએ પોતાને મોબાઈલ ફોનના વોટ્સએપ ગ્રુપમાં પતાવી દેવાની ધમકી સાથે નો ઓડિયો રેકોર્ડિંગ વાળો મેસેજ ફરતો મૂકી પોતાને તેમજ પોતાના છોકરાને  મારી નાખવાની ધમકી આપવા અંગે રોજીયા ગામના યુવરાજસિંહ પ્રવીણ સિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી યુવરાજસિંહ જાડેજાએ પોતાના ગામમાં દરબારી ડાયરો નામનું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે, જેમાં પોતે ધમકીનો ઓડિયો મેસેજ વાયરલ કર્યો હતો, અને ફરિયાદી લગધીરસિંહથી જે થાય તે કરી લેવા ના શબ્દો વાપરી ધમકીભર્યો મેસેજ મૂક્યો હોવાથી મામલો ધ્રોલ પોલીસ મથકમાં લઈ જવાયો છે.