નરાધમ પુત્રએ સગી જનેતા પર દુષ્કર્મ ગુજાર્યાનો કિસ્સો સામે આવતાં ચોમેરથી ફિટકાર

જામનગર મોર્નિંગ - જામનગર

જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રહેતા એક નરાધમ પુત્રએ સગી જનેતા પર દુષ્કર્મ ગુજાર્યાનો કિસ્સો સામે આવતાં ભારે અરેરાટી પ્રસરી છે, અને નરાધમ પુત્ર પર ફિટકારની લાગણી વરસી રહી છે. સગી જનેતાની ફરિયાદના આધારે પોલીસે પુત્રને અટકાયતમાં લઈ લીધો છે.

જામનગર શહેરમાં ભારે અરેરાટી જગાવનારા આ કિસ્સાની વિગત એવી છે કે જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં સ્લ્મ એરિયામાં રહેતી આઘેડ વયની એક મહિલા પર શનિવારે મોડી રાત્રે તેના જ નરાધમ પુત્રએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. દારૂના નશામાં ચકચુર બની પોતાની માતાને જ હવસનો શિકાર બનાવી લીધી હોવાનું સામે આવતાં ભારે હલચલ મચી ગઈ છે.

સૌપ્રથમ હતપ્રભ બની ગયેલી માતા ખૂબ જ રડતી રહી હતી, અને મૌન રહી હતી. પરંતુ પોતાના નરાધમ પુત્રને સબક શીખવાડવા માતા મક્કમ બની હતી, અને ગઈકાલે રાત્રે હિંમત કરીને ફરિયાદ કરવા માટે સીટી બી. ડિવિઝન પોલીસ મથકે પહોંચી ગઈ હતી, અને પોતાના પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કર્મ ગુજારનાર પુત્ર સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે. જે સૌ પ્રથમ ભાગી છુટ્યો હતો, પરંતુ પોલીસે તેને શોધી કાઢ્યો છે. અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે. 

આરોપીના આડોશ પાડોશમાં રહેતા લોકો પણ ઉસ્કેરાયા હતા, અને સમગ્ર વિસ્તારમાં ભારે હલચલ મચી ગઈ છે. પોલીસ પણ સગા પુત્રના આવા દુષ્કૃત્યને લઈને અચંબામાં પડી ગઈ હતી, અને આરોપીની વિશેષ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે. સીટી ઇન્સ્પેક્ટર શ્રી એચ.પી. ઝાલા તેમજ ડી. સ્ટાફના પી.એસ.આઇ. ડી.એસ.વાઢેર અને તેમની ટિમ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવે છે.