જામજોધપુરના સિદસર- બાલવા-ગીંગણી સહિતના અનેક ગામોમાં તોફાની વરસાદથી ખેડૂતો ચિંતાતુર
જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં ગઈકાલે બપોર બાદ એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો, અને ભારે ગાજવીજ સાથે તોફાની વરસાદ વરસી ગયો હતો. એકાદ કલાકના સમયગાળા દરમિયાન જામજોધપુર તાલુકાના સીદસર, બાલવા,ગીંગણી સહિતના અનેક ગામોમાં અડધાથી એક ઇંચ વરસાદ પડી ગયાના અહેવાલ મળ્યા છે. આ વરસાદના કારણે અનેક ખેડૂતોના ખેતર માં પાણી ભરાયા હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
જામજોધપુર પંથકમાં ગઈકાલે બપોરે ચાર વાગ્યા બાદ હવામાન પલટાયું હતું, અને સામાન્ય છાંટા પડ્યા હતા. પરંતુ જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો હતો.
જામ,જોધપુર તાલુકાના માંડાસણ,બાલવા,સીદસર ગીંગણી વગેરે ગામોમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ શરૂ થઈ ગયો હતો અને એકાદ કલાકમાં એકાદ ઇંચ પાણી પડી ગયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. બાલવા ગામમાં અનેક વાડી ખેતરો માં પાણી ભરાઈ જવાના કારણે નદી નાળા માં પુર આવ્યા હતા.
તોફાની વરસાદ પછી અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વિજળી ગુલ થઈ ગઈ હતી. જોકે એકાદ કલાક ના સમયગાળા પછી વરસાદ રોકાઈ જતાં ધીમે ધીમે પાણી ઓસર્યા હતા તેમજ વીજ પુરવઠો પણ રાબેતા મુજબ બન્યો હતો.
0 Comments
Post a Comment