દારૂ મંગાવનાર હોમગાર્ડ જવાન તથા સપ્લાય કરનારની શોધખોળ: રૂ. 2.72 લાખનો મુદામાલ કબ્જે

જામનગર મોર્નિંગ - જામનગર  

જામનગર શહેરમાંથી એલસીબી પોલીસે બાતમીના આધારે દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઈ દારૂ મંગાવવામાં સામેલ જામનગરની હોમગાર્ડ કચેરીમાં ફરજ બજાવતા તથા દારૂ સપ્લાય કરનાર એક શખ્સને ફરાર જાહેર કરી બંનેની શોધખોળ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ શાંતિનગર શેરી નંબર 3માં યોગીરાજસિંહ ઉર્ફે યોગરાજ બળવંતસિંહ જાડેજા નામનો શખ્સ જીજે 13 એએમ 9830 નંબરની ઈકો કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતો હોવાની બાતમી એલસીબીના હરદીપભાઈ ધાધલ, ફિરોજભાઈ ખફી અને શિવભદ્રસિંહ જાડેજાને બાતમી મળતા પીઆઈ જે.વી. ચૌધરી તથા ઈન્ચાર્જ પીઆઈ બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ અને પી.એન. મોરીની સૂચનાથી દરોડો કરી ઈંગ્લીશ દારૂની 168 નંગ બોટલ કિમંત રૂ. 67,200 તથા એક મોબાઈલ ફોન અને ઈકો કાર સહિત રૂ. 2,72,200નો મુદામાલ ઝડપી લઈ દારૂ મંગાવવામાં સાથે રહેનાર હોમગાર્ડ કચેરીમાં ફરજ બજાવતો પૃથ્વીરાજસિંહ અમરસિંહ જાડેજા અને દારૂ સપ્લાય કરનાર મહેન્દ્રભાઈ કાઠી (રહે. ચોટીલા તાલુકાના મોલડીગામ) નામના બંને શખ્સની શોધખોળ હાથ ધરી છે.