ઝીરૂંની ચોરી કરનાર બે તસ્કર તેમજ છોરાઉ માલ સામગ્રી ખરીદ કરનાર એક વેપારી સહિત ત્રણને ઝડપી લીધા: જીરૂ અને ઇકો કાર સહિતનો મુદ્દામાલ કબજે

જામનગર મોર્નિંગ - જામનગર

જામનગર નજીક હાપા વિસ્તારમાંથી ૨૭૫ કિલો જીરુંની ચોરી થઈ હતી. જે ચોરીનો ભેદ એલસીબી ની ટીમે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે, અને જીરૂની ચોરી કરનાર બે તસ્કરને તેમજ ચોરાઉ મુદામાલ ખરીદ કરનાર જામનગરના એક વેપારી સહિત ત્રણની અટકાયત કરી છે, અને ચોરાઉ જીરૂં અને ઇકોકાર સહિતની માલમતા કબજે કરી છે.

એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે, તે ચોરીના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક હાપા યાર્ડ વિસ્તારમાં આવેલા બે વેપારીઓના જુદા જુદા ગોદામોં માંથી અંદાજે ૨૭૫ કિલો જીરું ના જથ્થા ની ચોરી થઈ હતી, જે ચોરી અંગે પંચકોથી બી. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જે ફરિયાદના અનુસંધાને એલસીબી ની ટિમેં તપાસમાં ઝુકાવ્યું હતું, અને ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.

જામનગરમાં કાલાવડ નાકા બહાર આરબ જમાતખાના વિસ્તારમાં રહેતા ઈબ્રાહીમ ફારુકભાઈ કુરેશી તેમજ સમીર અલારખા આરબ નામના બે શખ્સોની અટકાયત  કરી લીધી છે, અને તેઓ પાસેથી રૂપિયા ૬૮,૭૫૦ ની કિંમત નો ૨૭૫ કિલો જીરૂનો જથ્થો એક ઇકો કાર અને મોબાઈલ ફોન સહિત ૨,૭૮,૦૦૦ ની માલમતા કબજે કરી છે, જયારે ચોરાઉ જીરું નો જથ્થો  ખરીદ કરનાર જામનગરના વેપારી મેહુલ નગર વિસ્તારમાં રહેતા શુભમ અશોકભાઈ તન્ના ની પણ એલસીબી ની ટીમ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે.