સદભાગ્યે મકાનમાં કોઈ હાજર ન હોવાથી અને કોઈની અવરજવર ના હોવાથી જાનહાની ટળી
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં સેતાવડ વિસ્તારમાં મઠફળીમાં ગઈ રાત્રે સામાન્ય વરસાદી ઝાપટાં પછી એક જુનું બે માળનું મકાન એકા એક ધરાશાઇ થઈ ગયું હતું, જેથી ભારે દોડધામ થઈ હતી. સદભાગ્યે મકાનમાં કોઈ રહેતું હું ન હોવાથી અને મકાન ખાલી હોવાથી તેમજ આસપાસના વિસ્તારમાં પણ કોઈ પસાર થતું ન હોવાથી જાનહાની ટળી હતી.
આ બનાવની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અધિકારી નીતિન દીક્ષિત અને યુવરાજસિંહ ઝાલા સહિતની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને લોકોની અવરજવરમાં નડતરરૂપ હોય તેવો મકાનનો કાટમાં દૂર કરાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે આજથી એક વર્ષ પહેલા મઢફળીમાં આજ વિસ્તારમાં એક મકાન ધરાસાઈ થયું હતું. અને એક મહિલાનો ભોગ લેવાયો હતો. ત્યાં ગઈ રાત્રે વધુ એક મકાન ધસી પડ્યું છે, પરંતુ કોઈ જાનહાની થઈ ન હોવાથી રાહત ના સમાચાર છે.
0 Comments
Post a Comment