જામનગર મોર્નિંગ - જામનગર

જામનગર જિલ્લાના ધ્રોલમાં રહેતા બે વ્યક્તિ કે જેઓએ પોતાના પ્રશ્નને લઈને ધ્રોળ પોલીસ સ્ટેશનના એરિયામાં તેમજ ધ્રોળ કન્યા શાળા ની સરકારી જગ્યા ના ૧૦૦ મીટરના એરિયામાં લાઉડ સ્પીકર વગાડી ધ્વની પ્રદૂષણ કરવા અંગે ધ્રોલ પોલીસમાં બન્ને સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં બંનેની અટકાયત કરી લેવાઇ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોલમાં જૈન બોર્ડિંગમાં રહેતા અને સમાજ સેવા કરતા લાલજીભાઈ કારાભાઈ પઢીયાર (૭૭ વર્ષ) તેમજ ગોવિંદભાઈ લાલજીભાઈ (૫૩વર્ષ) કે જે બંને ધ્રોલ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડ પાસે તેમ જ ધ્રોળ કન્યાશાળા ની બાજુમાં સરકારી ૧૦૦ મીટર ની જગ્યા ના ઘેરાવમાં સત્યાગ્રહ  ધરણાનું આયોજન કરી લાઉડ સ્પીકર વગાડી માઇકની વ્યવસ્થા ઉભી કરી હતી, અને ધ્વનિ પ્રદૂષણ સાથે સુલેહ ભંગ કર્યો હતો.
જેથી આ મામલે ધ્રોળ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ પુનાભાઈ વઘોરા કે જેઓ જાતે ફરિયાદી બન્યા હતા અને બંને સામે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદના અનુસંધાને લાલજીભાઈ પઢીયાર અને ગોવિંદભાઈ પઢીયાર ની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. જોકે તેઓને ત્યારબાદ જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા છે. એસ્ટ્રોસિટી એક્ટ અંગેની ફરિયાદ લેવા ના પોતાના પ્રશ્નને લઈને સત્યાગ્રહ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.