જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેરમાં ગઈકાલે સાંજે ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જે તોફાની વરસાદને લઈને શહેરના પવનચક્કી, ગ્રીન સિટી સહિતના અનેક વિસ્તારોમાં જમીનમાં મૂળમાંથી ઉખડી અને માર્ગ પર પડ્યા હતા, અને નુકસાની થઈ છે.

જામનગરના પવનચક્કી વિસ્તારમાં ચાલુ વરસાદે જૂનું અને તોતિંગ ઝાડ ભારે પવનને કારણે માર્ગ પર તૂટી પડ્યું હતું, અને ઝળની કેટલીક ડાળીઓ માર્ગ પર પાર્ક કરેલી કાર ઉપર પડતાં કારમાં ભારે નુકસાની થઈ છે.

સદભાગ્યે ત્યાંથી કોઈ પસાર થતું ન હોવાથી જાનહાની ટળી હતી. ફાયર બ્રિગેડની ટુકડીએ પહોંચી ઝાડની ડાળીઓ દૂર કરી, વાહન વ્યવહાર પૂર્વવત બનાવ્યો હતો.

આ ઉપરાંત જામનગરના ગ્રીન સિટી વિસ્તારમાં રણજીતસાગર રોડ પર ભારે પવનને લઈને અનેક ઝાડ જમીનદોસ્ત થઈ ગયા હતા. જેમાં એક એસ.ટી. બસ પર  ઝાડ ની ડાળી પડી હતી

ઉપરાંત એક રીક્ષા અને બે નંગ કાર સહિતના વાહનોમાં ઝાળની ડાળીઓ તૂટી પડવાના કારણે નુકસાની થઈ હતી. સદભાગ્ય કોઈ જાનહાની ના કોઈ અહેવાલો મળ્યા નથી.