જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ૧૨૦ માઇક્રોન થી ઓછી પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ ની અમલવારી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ગઈકાલે શહેરમાં ૧૩ વેપારીઓ પાસેથી ૧૩ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી લેવાયું છે, અને તેઓ પાસેથી દંડની વસુલાત કરાઇ છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી ચાર ટીમો બનાવવામાં આવી છે, અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં દુકાનદારો- રેકડી ધારકો ને ત્યાં તપાસણી કરવામાં આવી રહી છે. 

જેના ભાગરૂપે ગઈકાલે ૧૩ વેપારીઓને ત્યાંથી ૧૩ કિલો પ્લાસ્ટિક જપ્ત કરી લેવાયું છે. અને તેઓને રૂપિયા ૬,૭૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે.