જામનગર મોર્નિંગ - જામનગર
દિલ્હીના જંતર મંતર પર યૌન શોષણ સહિતના પ્રશ્નોને લઈને ભારતની એવોર્ડ વિજેતા મહિલા પહેલવાનો કે જેઓ ધરણા પર બેઠી છે, તેઓના સમર્થનમાં ગઈકાલે જામનગરની મહિલા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી છે. જામનગરના ટાઉનહોલમાં આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે મહિલા કોંગ્રેસના આગ્રણી હોદ્દેદારો વગેરે દ્વારા બેનર -પોસ્ટર રાખીને મીણબત્તીઓ પ્રગટાવી હતી, અને મહિલા પહેલવાનોના સમર્થનમાં કેન્ડલ માર્ચ યોજી હતી.
0 Comments
Post a Comment