પ્રેમિકાના બે ભાઈઓ સહિતના ચાર શખ્સોએ ધોકા-પાઇપ વડે હુમલો કરી ફેક્ચર કરી નાખ્યા ની પોલીસ ફરિયાદ
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં નીલકંઠ નગર વિસ્તારમાં રહેતા એક યુવાને પ્રેમ લગ્ન કર્યા પછી તેના ભાઈ ઉપર પ્રેમિકાના પરિવારજનોએ હુમલો કરી ફ્રેક્ચર કરી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં હર્ષદ મિલની ચાલી નજીક નીલકંઠ નગર વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કરતા પ્રકાશ નાનજીભાઈ વાણીયા નામના ૪૨ વર્ષના વાલ્મિકી યુવાને પોતાના ઉપર હુમલો કરી પાંસળીઓ ભાંગી નાખી ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે અજય મહેશભાઈ વાઘેલા, આકાશ મહેશભાઈ વાઘેલા, કાલિદાસ ઉર્ફે મુન્નો કમાલભાઈ વાઘેલા, અને વિકી બીપીનભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી પ્રકાશભાઈના નાનાભાઈ નીલેશે આરોપી અજય અને આકાશની બહેન સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા. જેનું મનદુઃખ રાખીને ચારેય આરોપીઓ ફરીયાદી ના ઘેર આવ્યા હતા અને હંગામો મચાવી આ હુમલો કર્યો હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે. જે ચારેય આરોપીઓને પોલીસ શોધી રહી છે.
0 Comments
Post a Comment