જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર- રાજકોટ ધોરી માર્ગ ફરીથી રકત રંજીત બન્યો છે. અને એસટી બસની એક બાઈક ચાલક પરપ્રાંતીય યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજયું છે.મળતી વિગત મુજબ જામનગર નજીક કંકાવટી ડેમના ક્વાર્ટર્સમાં રહેતો અને મૂળ બિહારનો રામુભાઈ સહાની નામનો ૨૨ વર્ષનો પરપ્રાંતિય યુવાન ગઈકાલે પોતાનું બાઈક લઈને ફલ્લા પાસેથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન સામેથી પુરપાટ વેગે આવી રહેલી જી.જે.-૧૮ ઝેડ ૩૩૯૫ નંબરની એસ.ટી. બસના ચાલકે બાઈકને હડફેટેમાં લઈ ફંગોળી નાખ્યો હતો.
જે અકસ્માતમાં બાઈક ચાલક રામુભાઈ નું ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માતના બનાવ અંગે મૃતક ની પત્ની ખુશ્બુ દેવી રામુભાઈએ પંચકોશી એ. ડિવિઝન પોલીસમાં એસ.ટી. બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિત કાર્યવાહી હાથ ધરી છે.
0 Comments
Post a Comment