દુખાવાના કેમ્પ માત્ર એક જ દિવસનો એમ કેમ...? ગ્રાંટ ઉધારવાના કૌભાંડ નથી ને...? નહી તો ઘણા વર્ષે ઓડીટમાં આવશે તો કોક જતા રહ્યા હશે ને કાં કોક સચીવ પણ બની જાય ને...? જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના તપાસ માગતા સ્ફોટક સવાલ 

આયુર્વેદ યુનિ. કેમ્પસના સરકારી દવાખાનાઓમાં દવા મળતી નથી તો ડોક્ટરો એટલે કે વૈદ્યો દવા લખી શુકામ આપે છે...? બહાર સ્ટોર્સ વાળા કમાય એટલે જ ને...? ફાર્મસી શોભાનો ગાંઠીયો... કોક કે દવાઓ તો અઢળક આવે છે ને આવે છે તેથી વધુ રકમના બીલ પણ ચુકવાય છે બાદમાં શુ થાય છે...? કોઈ જાને ના...

જામનગર મોર્નિંગ - જામનગર (ભરત ભોગાયતા)

કરોડો રૂપીયા કેન્દ્ર સરકારના વાપરવા માટેનુ કેન્દ્ર એટલે જામનગરનુ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદા ઈટ્રા હાલ એક તરફ પોતાના સેટઅપમાં મસ્ત છે. રૂપીયો ક્યાથી આવશે ને ક્યા જશેની લ્હાયમા મહત્વની બાબતો સંશાધનોનુ જતન સંશોધન વિદ્યાર્થીઓને વિચારધારાથી આપણુ પ્રાચીન શાસ્ર સમજાવવા રસપ્રદ બનાવવુ સહિત ઘણુ કરવાનુ છે પરંતુ અડધા પડધા કેમ્પની જાહેરાતો પ્રચાર પુરતો જ રસ કા લેવાય...? તે પણ અપુરતા...? કઇ ગ્રાન્ટ ઉધારવાનુ કૌભાંડ નથી ને...?

જામનગરમાં આવેલ કેન્દ્ર સરકારના  આયુર્વેદ હોસ્પીટલ ચીકીત્સાલય માદુખાવાના કેમ્પ પ્રચારનુ નાટક ઈટ્રા સંશોધન કોરાણે જેમ તેમ નિદાન જે આયુર્વેદની પદ્વતિ મુજબ નથી દવા છે નહી મેડીકલ સ્ટોર્સને બખ્ખા છે તેમ ચર્ચાય છે તેમ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ કિશોરભાઇ મજીઠીયાએ સનસનીખેજ રજુઆત કરી છે તે મુજબ જોઇએ તો...

આયુર્વેદિક હોસ્પિટલમાં કયા કયા પ્રકારની કેટલી દવા આવે છે કેટલી વનસ્પતિઓ આવે છે કેટલા તેલ આવે છે બિલ પ્રમાણે દવાઓ આવે છે કે નહીં અડધી દવા આવે છે અને પૂરા બિલ આવે છે તેવું તો નથી બનતું ને આ પણ એક તપાસનો વિષય છે...? જ્યારે જ્યારે દવા આવે ત્યારે દવાનું વજન દવાની કોન્ટીટી દવાની ક્વોલિટી આ બધી બાબતો પણ તપાસનો વિષય છે...? દવાઓ શુદ્ધ હોય છે કે ભેળસેળ વાળી એ પણ ડાયરેક્ટર અથવા આરએમઓ એ જાતે ચકાસણી કરવી જોઈએ...? જો આવું બનતું હોય તો દવા સપ્લાય કરનાર ફાર્મસી કંપની વગેરે સામે પણ જરૂરી કાર્ય હાઈ કરવાની થાય કે શું...? આર્યુવેદિક હોસ્પિટલની અંદર ઘણી બધી દવાઓ હાજર હોતી નથી અથવા ખલાસ થઈ ગયા હોવાનું જણાવે છે જ્યારે દવા ખલાસ થઈ જાય તો ડોક્ટરો દવા લખે છે શું કામ...? આર્યુવેદિક હોસ્પિટલમાં શું ડોક્ટરો અને ફાર્મસી વિભાગનું દવાઅંગેનું એકબીજાની ખલાસ થયાની જાણ કરાતી નથી કે શું...?ડોક્ટરો દર્દીઓની દવા બહારથી લેવાનું જણાવે છે ગરીબ દર્દીઓનેના છૂટકે બહારથી દવા ખરીદ વી પડે છે જ્યારે આયુર્વેદિક હોસ્પિટલની અંદર દવાનો પૂરતો સ્ટોક નથી તો આ એક દિવસ કેમ્પ.રાખવાનું રહસ્ય સમજાતું નથી આવા એક દિવસના કેમ્પ કરવાથી શું દર્દીઓને ફાયદો થશે...? શું દર્દીઓને આયુર્વેદિક હોસ્પિટલ માંથી દવાઓ મળશે આવા અનેક સવાલો ના જવાબો તો સત્તાધીશો જ આપી શકે ડાયરેક્ટર કે આરએમઓ સાહેબ ફાર્મસી વિભાગ માં દવાનો સ્ટોક..અંદર દાખલ થયેલા દર્દીઓ  શું વ્યથા છે હોસ્પિટલોમાં દર્દીઓને શું તકલીફ છે એ જાણવા ક્યારે પ્રયત્નો કરશે...? અને દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા પણ સત્તાધીશોની જવાબદારી છે કે કેમ...? ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ દવાઓના સેમ્પલની ચકાસણી કરવી જામનગરની જનતા ના હિતમાં માં જરૂરી જણાય છે.