જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર જિલ્લાની વર્તમાન 'બિપરજોય' વાવાઝોડાની પરિસ્થિતિ ધ્યાનમાં લઈને જિલ્લાના તમામ વિભાગો જિલ્લા કલેકટર બી. એ. શાહના માર્ગદર્શન અને સંકલન સાથે સુચારુ કામગીરી કરી રહયા છે. જિલ્લાના વિવિધ સરકારી વિભાગો દ્વારા હેલ્પ લાઈન નંબર શરુ કરવામાં આવ્યા છે. જેમાં, જિલ્લા કલેકટર કચેરી ખાતે મુખ્ય ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના હેલ્પ લાઈન નંબર 0288- 2553404 હાલ કાર્યરત છે. 

આ ઉપરાંત, જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા મોબાઈલ નંબર 7567880004 અને હેલ્પ લાઈન નંબર 0288- 2671097, ગુજરાત મેરી ટાઈમ બોર્ડની કચેરી દ્વારા હેલ્પ લાઈન નંબર 0288- 2712307 અને 0288- 2713140, જામનગર વન વિભાગ દ્વારા હેલ્પ લાઈન નંબર 0288- 2677926, પી. જી. વી. સી. એલ. વિભાગ દ્વારા મોબાઈલ નંબર 9978936124, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રીની કચેરી દ્વારા હેલ્પ લાઈન નંબર 0288- 2564904, જામનગર મહાનગર પાલિકાના ફ્લડ કંટ્રોલ રૂમના હેલ્પ લાઈન નંબર દ્વારા 0288- 2672208 અને 0288- 2770515, કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી ઊંડ અને જળ સિંચન વિભાગ દ્વારા હેલ્પ લાઈન નંબર 0288- 0572088 અત્યારે કાર્યરત છે. 

આ ઉપરાંત, જામનગર ગ્રામ્ય તાલુકા માટે હેલ્પ લાઈન નંબર 0288- 2678704, કાલાવડ તાલુકા માટે હેલ્પ લાઈન નંબર 02894- 222002, જામજોધપુર તાલુકા માટે હેલ્પ લાઈન નંબર 02898- 221136, જોડિયા તાલુકા માટે હેલ્પ લાઈન નંબર 02893- 222021, ધ્રોલ તાલુકા માટે હેલ્પ લાઈન નંબર 02897- 222001 અને લાલપુર તાલુકા માટે હેલ્પ લાઈન નંબર 02895- 272222 હાલ કાર્યરત છે.

તેમજ, જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ દ્વારા કાલાવડ તાલુકાના બાલંભડી ગામથી અને જામજોધપુર તાલુકાના વેણુ ગામથી વાયરલેસ હેન્ડસેટ દ્વારા જિલ્લા પોલીસ તંત્રની સાથે રહીને તમામ કામગીરીનું સંચાલન કરવામાં આવે છે.  

.