જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી બીપોર જોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે, તેમજ ભારે પવનની સાથે સાથે વરસાદ પણ પડી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેર, જામજોધપુર, જોડિયા, કાલાવડ અને લાલપુરમાં અડધાથી અઢી ઇંચ જેટલો વરસાદ પડી ગયાના અહેવાલો મળ્યા છે.
જામનગર શહેરમાં મંગળવારે બપોર પછી હવામાનમાં પલટો આવ્યા બાદ આજે બપોર સુધીમાં ૨૪ કલાક દરમિયાન વધુ ૨૦ મી.મી. વરસાદ પડી ગયો હોવાના અહેવાલો મળ્યા છે, જોકે આજે સવારે ઉઘાડ નીકળી ગયો છે, અને સૂર્યદેવતા નો પ્રકોપ જોવા મળ્યો છે. જોકે પવનની તીવ્રતા યથાવત રહી છે.
તે જ રીતે જામનગર જિલ્લાના કાલાવડમાં ૨૪ મી.મી. જામજોધપુરમાં ૬૫ મી.મી, જોડિયામાં ૪ મી.મી. ધ્રોલમાં ૧૭ મી.મી. અને લાલપુરમાં ૪૨ મી.મી. વરસાદ નોંધાયો છે, જ્યારે હજુ પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
.
0 Comments
Post a Comment