જામનગર મોર્નિંગ - જામનગર

જામનગરની  એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં ગુજરાત પોલીસ દ્વારા આયોજિત આઇ એસ એ  (ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસીયોલોજિસ્ટ) ગુજરાતના સહયોગથી સીપીઆર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એમ.પી. શાહ મેડિકલ કોલેજના ડોક્ટરોની ટીમ દ્વારા જામનગર જિલ્લાના ૧૦૭૧થી વધુ પોલીસ અધિકારી તથા જવાનોને ઈમરજન્સી સમયે જીવન બચાવવા ઉપયોગી સીપીઆર તાલીમ આપવામાં આવી હતી.


ઉપરાંત જામનગર પોલીસ પરિવાર દ્વારા અંગદાનનો પણ સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મેડિકલ કોલેજના ડીન ડો નંદિની દેસાઈ, જી. જી. હોસ્પિટલના તબીબી અધીક્ષક ડો. દીપક તિવારી, તથા ડો. એસ.એસ. ચેટર્જી સહિતના તબીબો ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે જામનગરના જિલ્લા પોલીસ પ્રેમસુખ ડેલુ અને પોલીસ અધિકારીઓની ટીમ ઉપરાંત મંત્રી મુળુભાઈ બેરા, નગરના મેયર બીનાબેન કોઠારી, શહેરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા અને મેઘજીભાઈ ચાવડા  તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.