જામનગર મોર્નિંગ - જામનગર

જામનગર જિલ્લામાં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ- ગાંધીનગર દ્વારા વાવાઝોડાના સમયગાળા દરમિયાન સંદેશા વ્યવહાર જળવાયેલો રહે, તેની પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે, અને કોઈપણ પ્રકારનો સંદેશા વ્યવહાર ખોરવાય તો હેમ રેડીયોની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે.

જામનગર જિલ્લામાં વાવાઝોડા સમયે જ્યારે લાઈટ જવાના પ્રશ્નો બને, અથવા તો અન્ય કોઈપણ રીતે તમામ પ્રકારના સંદેશા વ્યવહાર ફેઇલ થઈ જાય તેવા સંજોગોમાં સંદેશા વ્યવહાર કાર્યરત કરવા માટે ડિઝાસ્ટર  મેનેજમેન્ટ દ્વારા હેમ રેડિયો ઓપરેટર સાથેના હેમ રેડીયોની સુવિધા ફાળવવામાં આવી છે, અને આ સુવિધા જામનગરના કલેક્ટરની કચેરીમાં રાખવામાં આવી છે. જેથી હેમ રેડિયો મારફતે ગુજરાતના સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંપર્ક સાધી શકાશે. 









.