જામનગર મોર્નિંગ - જામનગર

જામનગર શહેરમાં તળાવની પાળે ભૂજીયા કોઠાનું રેસ્ટોરેશન કામ ચાલી રહ્યું છે, અને તે સ્થળે ચાલીસ મીટર ઊંચાઈની ક્રેઈન લગાવેલી છે, જ્યારે તેની બૂમની લંબાઈ પણ પચાસ મીટર છે, ત્યારે આ સ્થળેથી બે દિવસ માટે લોકોને અવરજવર માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું મહાનગરપાલિકાના કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તારીખ ૧૪.૬.૨૦૨૩ અને ૧૫ જૂનના બે દિવસો દરમિયાન ખંભાળિયા ગેઇટથી તળાવ તરફ જવાના માર્ગે પેટ્રોલ પંપની આસપાસના વિસ્તારમાં લોકોની અવર જવર માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. હેવી ક્રેઇનને લઈને કોઈ અકસ્માતનો ભય ના સર્જાય, તેના અનુસંધાને આ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. 

.