• સંભવિત વાવાઝોડા બીપોરજોયની આગાહીના પગલે જરૂરી ફેબ્રિકેશન તથા જરૂરી માલસામાન, કોન્ટ્રાકટરની ટીમ સહિતની બાબતો પર ચર્ચા કરી


સંભવિત બિપરજોય વાવાઝોડાં સંદર્ભે પી.જી.વી.સી.એલ નિગમીત કચેરી રાજકોટના મુખ્ય ઇજનેર શ્રી આર.જે.વાળાએ સંભવિત વાવાઝોડા બીપોરજોયની આગાહીના પગલે ખંભાળિયા વિભાગીય કચેરીની મુલાકાત કરી હતી. સંભવિત વાવાઝોડા બીપોરજોયની આગાહીના પગલે જરૂરી ફેબ્રિકેશન તથા જરૂરી માલસામાન, કોન્ટ્રાકટરની ટીમ તેમજ વાહનોના આયોજન સહિતની બાબતો અંગે ચર્ચા કરી હતી.


સંભવિત વાવાઝોડા બીપોરજોયની આગાહીના પગલે ખાતાકીય કર્મચારીઓની ૧૫ ટીમ અને કોન્ટ્રાકટરની ૩૫ ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.