જામનગરના ખોજાવાડ તેમજ ભોયવાડા વિસ્તારમાં બે જર્જરીત મકાનોને એસ્ટેટ શાખાએ દૂર કર્યા

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેરમાં વાવાઝોડાની સારી એવી ઇફેક્ટ જોવા મળી છે, અને ૪ દિવસ દરમિયાન ૪૩ થી વધુ ઝાડ જમીનદોસ્ત થઈ ગયા હોવાના અહેવાલો મળ્યા છે. 

છેલ્લા ૪ દિવસથી ભારે પવનના કારણે અનેક સ્થળે ઝાડ પડી ગયાના અહેવાલો પછી મહાનગરપાલિકાની ફાયર શાખા ની ટુકડી જુદા જુદા વિસ્તારોમાં દોડતી થઈ છે, અને જાહેર માર્ગ પર પડેલા ઝાડની ડાળીઓ વગેરેને દૂર કરવા માટેની કવાયત હાથ ધરી છે. ગઈકાલે બપોર પછી થી આજે સવાર સુધીમાં ચાંદી બજાર, ન્યુ જેલ રોડ, એમ્યુઝમેન્ટ પાર્ક નજીક, દિગવિજય પ્લોટ સહિતના વિસ્તારમાં વધુ ૧૩ સ્થળે ઝાડ પડી ગયા હોવાના અહેવાલો મળ્યા હતા, અને મહાનગરપાલિકાની ફાયર શાખા ની ટીમે તમામ સ્થળો પર જઈને ઝાડની ડાળીઓ વગેરેને દૂર કરાવી હતી. 

જામનગરના ચાંદી બજાર સર્કલ નજીક લોકા ગચ્છ ના વંડા પાસે આજે સવારે મોટુ ઝાડ જમીનમાંથી ઊખડીને માર્ગ પડ્યું હતું, સદભાગ્ય કોઈ જાનહાની થઈ ન હતી. ફાયર શાખાની ટુકડી એ કરવત ની મદદ થી ઝાળની ડાળીઓને દૂર કરીને રસ્તો ખુલ્લો કરાવ્યો છે. ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં પણ એક ડઝન જેટલા ઝાડ ઉખડીને માર્ગ પર પડી ગયા હતા. જે ઝાળની ડાળીઓને દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરાવી દેવાયા છે.

જામનગરના ખોજાનાકા વિસ્તારમાં એક માળનું જર્જરિત મકાન કે જેને આજે સલામતીના ભાગરૂપે એસ્ટેટ શાખા એ દુર કરી નાખ્યું છે.

ઉપરાંત ભોઈવાડા વિસ્તારમાં બે માળનું એક મકાન કે જેની દિવાલ ધસી પડી હતી, અને હજુ મકાનનો  હિસ્સો ધસી પડે તેવી સ્થિતિ હોવાથી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા સમગ્ર મકાનને જમીનદોસ્ત કરી દેવાયું છે. 









.