જામનગર મોર્નિંગ - જામનગર

જામનગર શહેરમાં સંભવિત વાવાઝોડાના પગલે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારના ચાંપતા પગલાઓ ભરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે જામનગર શહેરના તમામ બાગ બગીચાઓ પણ બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

જામનગરના રણમલ તળાવ, એમ્યુઝમેન્ટ પાર્ક તેમજ રણજીત સાગર ઉદ્યાન સહિતના બાગ બગીચાઓ આવતીકાલ તારીખ ૧૪ અને ૧૫ મી જુનના બે દિવસો દરમિયાન બંધ રાખવા માટેનો મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે, અને આ બે દિવસો દરમિયાન મુલાકાતિઓને પ્રવેશ આપશે નહીં. 

.