જામનગર મોર્નિંગ - જામનગર
બિપરજોય વાવાઝોડાની દહેશતના પગલે હાલાર પંથકમાંથી ઉપડતી, પસાર થતી અનેક ટ્રેનો-એસટી ની બસો બંધ કરી દેવામાં આવી છે, તો કેટલીક ટ્રેનોના રૃટ ટૂંકાવી દેવામાં આવ્યા છે.
વાવાઝોડાની દહેશતથી તંત્ર સાબદુ બન્યું છે. જાનમાલની નુક્સાન અટકાવી શકાય તે હેતુથી અનેક ટ્રેનો રદ કરવાનો રેલવે દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને જામનગર થી પસાર થતી ઓખા-મુંબઈ, ઓખા ટ્રેનને રાજકોટ સુધી ટૂંકાવી દેવામાં આવી છે, જ્યારે ઓખા-રાજકોટ, ઓખા-વેરાવળ, ઓખા-ભાવનગર, ઓખા-દિલ્હી સરાઈ-રોહિલ્લા, પોરબંદર-મુંબઈ (દાદર), વડોદરા, જામનગર, સહિત ની ટ્રેનો હાલ રદ્ કરી નાંખવામાં આવી છે. જ્યારે અનેક ટ્રેનને રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ સુધી ટૂંકાવી દેવામાં આવી છે.
આ ઉપરાંત એસ.ટી. વિભાગ દ્વારા અનેક બસોના રૃટ બંધ કરી દેવામાં આવ્યા છે. ખંભાળિયાથી જખૌ, વડોદરા, પોરબંદર, વગેરે શહેરોની કુલ ૧૭ બસો રદ્ કરવામાં આવી છે. જામનગર થી અમદાવાદ, સોમનાથ, મોરબી, કોડીનાર, મુન્દ્રા, માંગરોળ, પોરબંદરની ૧૬ બસો રદ્ કરી દેવામાં આવી છે. ઉપરાંત દ્વારકાથી પોરબંદર, સોમનાથ, જામનગર, રાજકોટ વગેરે રૂટ ની ૧ર બસો બંધ કરી દેવામાં આવી છે.
વાવાઝોડાની દહેશત વચ્ચે રેલવે દ્વારા મુસાફરોની મદદ માટે હેલ્પ લાઈન નંબરો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ઓખા રેલવે સ્ટેશન (૦ર૮૯ર-ર૬ર૦ર૬), દ્વારકા (૬૩પ૩૪ ૪૩૧૪૭), ખંભાળિયા (૦ર૮૩૩-ર૩રપ૪ર), જામનગર (૬૩પ૩૪ ૪૩૦૦૯) અને હાપા માટે (૬૩પ૩૪ ૪ર૯૬૧) નો સંપર્ક કરવો.
0 Comments
Post a Comment