સ્ટ્રીટ લાઈટના પોલ પર લગાવાયેલા ૩૨૦ કિઓસ્ક બોર્ડ પણ એસ્ટેટ શાખાએ ઉતારી લીધા

જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર શહેરમાં સંભવિત વાવાઝોડાના પગલે ખાના ખરાબી ન થાય તેની તકેદારીના ભાગરૂપે શહેરમાં લગાવાયેલા નાના-મોટા ૭૨ જેટલા હોર્ડિંગ્સને ઉતારી લેવામાં આવ્યા છે, ઉપરાંત વીજ પોલ પર લગાવાયેલા ૩૨૦ કીઓસ્ક બોર્ડ પણ ઉતારી લીધા છે.

જામનગર શહેરમાં મહાનગરપાલિકાની જગ્યામાં અથવા તો ખાનગી જગ્યામાં જાહેરાતના નાના મોટા હોર્ડીંગ્સ લગાવાયા હોય, તેવા ૭૨ જાહેરાતના બોર્ડના માલિકો- સંચાલકો વગેરેને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી, અને તાત્કાલિક અસરથી તમામ  હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા છે.

સાથો સાથ એસ્ટેટ શાખાની ટુકડીએ ગઈકાલે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઘૂમીવળીને વીજ પોલ પર લગાવાયેલા ૩૨૦ કિઓસ્ક બોર્ડને સલામતીના ભાગરૂપે ઉતારી લેવામાં આવ્યા છે, અને જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયા છે.