કાલાવડ નાકા બહારથી ઘોડીપાસાનો જુગાર રમતા સાત ઝડપાયા

જામનગર મોર્નિંગ - જામનગર


  
જામનગર શહેરમાં વુલનમીલ સામે આવેલ ભક્તિનગર-2માંથી એલસીબી પોલીસે ચાર મહિલાને બાતમીના આધારે જુગાર રમતા ઝડપી પાડી હતી, જયારે સીટી એ ડિવિઝન વિસ્તારમાંથી દરબારગઢ પોલીસે બાતમીના આધારે સાત શખ્સોને ઘોડીપાસાનો જુગાર રમતા ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.  

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં વુલનમીલની સામેના ભાગે આવેલ ભક્તિનગર-2માં અમુક મહિલાઓ ગંજીપાનાના પાના વડે જુગાર રમતી હોવાની બાતમી એલસીબી પોલીસના કિશોરભાઈ પરમાર, ઘનશ્યામભાઈ ડેરવાળીયા અને રાકેશભાઈ ચૌહાણને બાતમી મળતા પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ અને પી.એન. મોરીની સૂચનાથી દરોડો કરી સ્થળ પરથી મુમતાજબેન સીદીકભાઈ ખફી, ભારતીબા રાજેન્દ્રસિંહ ઝાલા, સવિતાબેન માલદેભાઇ નંદાણીયા અને મેરુબેન મામદભાઈ ખફી નામની ચાર મહિલાને રોકડ રકમ 19,700 સાથે ઝડપી લઈ જુગારધારા કલમ હેઠળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.  

જયારે બીજા દરોડામાં જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર નેશનલ પાર્ક સોસાયટી શેરી નં. 5માં જાહેરમાં અમુક ઈસમો ઘોડીપાસાનો જુગાર રમતા હોવાની બાતમી પીએસઆઈ વી.આર. ગામેતી તથા સ્ટાફના રાજવંતસિંહ મકા, મનહરસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા અને રવિરાજસિંહ જાડેજાને મળતા પીઆઈ એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્થળ પર દરોડો કરી જફર કાદરભાઈ કાસમાણી, કાદર ગફારભાઈ રાજકોટીયા, મુસ્તકીમ ઉર્ફે ચીનો મહમદભાઈ ફુલવાલા, સરફરાજ ફિરોજજીગર કાસ, ઓસમાણ મહમદ રાજકોટીયા, શાહનવાઝ મહમદહનીફ ગોરધનીયા અને મોહમદઈશા મહેબુબભાઈ ભગત નામના સાત શખ્સોને રોકડ રૂ. 13,980 સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.