જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલી માનવ વસ્તીને વહીવટી તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે માધાપર ભૂંગામાં વસવાટ કરતા ૧૨૦ પરિવારને સ્થળાંતર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જામનગર જિલ્લામાં પુર વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમના ૪૦ સભ્યોની ટુકડી જામનગરના માધાપર ભૂંગા વિસ્તારમાં પહોંચી હતી, જ્યાં ૧૨૦ જેટલા પરિવારો કાચા પાકનો બનાવીને વસવાટ કરે છે, તે પરિવારોની ૮૦૦ની વસ્તી ધરાવતા લોકોનું એનડીઆરએફની ટીમ દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું હતું, અને મહાનગર પાલિકા દ્વારા ઉભા કરાયેલા આશ્રય સ્થાનમાં તમામનું સ્થળાંતર કરવામાં આવી રહયું છે.
.
0 Comments
Post a Comment