જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારમાં મોડી રાત્રે હોટલ સંચાલક બંધુઓ પર જીવલેણ હુમલો કરાયો હતો, જે બનાવ અંગે પોલીસે પાંચ હુમલાખોરો સામે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યા પછી પાંચેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.જામનગરમાં જૂની અનુપમ સિનેમા વાળી જગ્યા ની બાજુમાં આવેલી એક હોટલના સંચાલક બંધુઓ દર્શન રાયશીભાઈ જોગલ અને જીગ્નેશ ઉર્ફે લાલાભાઇ જોગલ ઉપર છરી- ધારીયા- ધોકા- પાઇપ જેવા હથીયાર વડે હુમલો કરાયો હતો, અને બન્ને ભાઈઓને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે હુમલા પ્રકરણમાં સિટી બી ડિવિઝન પોલીસમથકમાં હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. ઝાલા, પીએસઆઇ ડી.એસ. વાઢેર તેમજ સિટી બી ડિવિઝનના ડી સ્ટાફ વગેરેએ પાંચેય હુમલાખોર આરોપીઓ જામનગરના વિરલ ઉર્ફે પાવલી પૂજાણી, જયદીપસિંહ ઝાલા, હાર્દિકસિંહ ઉર્ફે હદૂ ઝાલા, નિકુંજસિંહ જાડેજા અને જયદીપસિંહ જાડેજાની અટકાયત કરી લીધી છે, અને તમામની પૂછપરછ હાથ કરી લઈ તેઓ પાસેથી હુમલામાં વપરાયેલા હથિયારો કબજે મેળવવા માટેની કાર્યવાહી આરંભી છે.
0 Comments
Post a Comment