• ફરિયાદીએ લૂંટનો પ્લાન કરીને આંખમાં મરચાની ભુકી નાખીને રોકડ રકમ ખાડો કરીને જમીનમાં દાટી દીધાનું કબુલ્યું: જુદા જુદા ખેડૂતોના બિયારણની રકમ ચૂકવવા માટેનું દેવું થઈ ગયું હોવાથી લુંટનો પ્લાન કર્યો હોવાની કબુલાત

જામનગર મોર્નિંગ - જામનગર

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રંગ પર ગામ પાસેથી બે દિવસ પહેલાં એક યુવાન પાસેથી રૂ. 20 લાખની લૂંટ કરવામાં આવી હોવાનું પ્રકરણ સામે આવ્યું હતું, જેના પરથી પોલીસે પડદો ઉચકી નાખ્યો છે, અને ફરિયાદી ખુદ લૂંટારૂ હોવાનું સાબિત થયું છે પોતાના ઉપર દેણું વધી ગયું હોવાથી આ પ્લાન કર્યો હોવાની કબુલાત કરી છે. 

મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રંગપર ગામમાં રહેતો અને ખેત ઉત્પાદનની વસ્તુઓનું લે-વેચનું કમિશનથી કામ કરતો અવેશ ખીરા નામનો યુવાન કે જેણે પોતાની આંખમાં બે લૂંટારો એ આવીને મરચાની ભૂકી ૨૦ લાખની રકમ લઈને ભાગી છુટયા છે. જે અંગેની ફરિયાદ મેઘપર-પડાણાં પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. દરમિયાન જામનગરની એલસીબી એસઓજી અને મેઘપર પડાણા પોલીસ સ્ટેશનની ટીમ સહિતની મદદમાં જોડાઈ હતી.

આખરે ફરિયાદીની ઉલટ તપાસ કરતાં જાતે જ લૂંટારૂ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસથી વધુ પૂછપરછ દરમિયાન પોતાને ખેડૂતના બિયારણના લેતી દેતીના પૈસા ચૂકવવાના બાકી હતા, જે પ્લાન જાતે જ બનાવ્યો હોવાનું કબુલ્યું હતું. જે રોકડ રકમ લઈને રસ્તે આવ્યા પછી આંખના બહારના ભાગે મરચાની ભૂકી છાંટી દીધી હતી. ત્યારબાદ આંખની અંદર નુકસાન ન થાય તે રીતે ભૂકી છાંટી હોવાનું કબુલી લીધું હતું.

ત્યારબાદ હાથમાં રહેલો રોકડ રકમ ભરેલો થેલો કે જેનો પટ્ટો તોડી નાખ્યો હતો, અને થેલા નજુક વિસ્તારની રોકડ રકમ સાથે જમીનમાં દાટી દીધી હતી. જે તપાસ પછી પોલીસ તે સ્થળે પહોંચી હતી, અને ખાડો ખોદાવતાં તેની અંદરથી તમામ રોકડ રકમ મળી આવી હતી. તપાસના આખરે લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. અને ફરિયાદીની  અટકાયત કરી લેવામાં આવી છે. 





.