જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરમાં સંભવિત વાવાઝોડા તથા વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને વહીવટી તંત્ર સાબદું બન્યું છે, ત્યારે શહેરમાં અતિ ભયજનક જણાતા હોય તેવા મકાનોને દૂર કરવાની પણ કામગીરી હાથ ધરી લેવામાં આવી છે. જેના ભાગરૂપે એક જર્જરીત મકાનને ગઈકાલે એસ્ટેટ શાખાએ તોડી પાડયું છે.

બેડી ગેઇટ વિસ્તારમાં સુપર માર્કેટની સામે આવેલું બે માળનું એક મકાન, કે જે અત્યંત ભયજનક હોવાથી અને ગમે ત્યારે ધસી પડે તેવી પરિસ્થિતિમાં હોવાના કારણે ગઈકાલે એસ્ટેટ શાખાની ટુકડીએ ડીમોલેસન હાથ ધર્યું હતું, અને જેસીબીની મદદથી મકાનને જમીનદોસ્ત કરી દેવાયું હતું. આ વેળાએ આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવાયો હતો, અને વાહન વ્યવહારને દૂરથી ડાયવર્ટ કરાયો હતો.