જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર તાલુકાના આમરા ગામમાં શનિવારે સાંજે વરસાદી વાતાવરણ બન્યા પછી એકાએક વીજળી પડતાં એક યુવાનનો ભોગ લેવાયો છે.
જામનગર તાલુકાના જીવાપર ગામમાં રહેતા અને આમરા ગામમાં ખેત મજૂરી કામ કરતા શક્તિસિંહ સતુભા ગોહિલ નામના ૨૫ વર્ષના યુવાન પર ચાલુ વરસાદે એકાએક વિજળી પડી હતી, અને બેશુદ્ધ બન્યો હતો. જેને તાત્કાલિક અસરથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું છે. જામનગર જિલ્લામાં વરસાદી વીજળી પડવાના કારણે પ્રથમ ભોગ લેવાયો છે. પંચકોશી એ ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો છે, અને તપાસ શરૂ કરી છે.