જામનગર મોર્નિંગ - જામનગર

જામનગર શહેરમાં ગઈકાલે વહેલી સવારે હવામાનમાં એકાએક પલટો આવ્યા પછી વરસાદી ઝાપટું વરસી ગયું હતું, જોકે થોડીવારમાં જ વાદળો વિખેરાઈ ગયા હતા, અને ફરીથી સૂર્ય દેવતાએ આકરો મિજાજ બતાવ્યો હતો. જો કે પ્રતિ કલાકના ૪૫ થી ૫૦ કી.મી.ની ઝડપે પવન ફૂંકાવાનો યથાવત રહ્યો છે.

જામનગર શહેરમાં ગઈકાલે વહેલી સવારે એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો, અને આકાશમાં અચાનક કાળા ડિબાંગ વાદળોના આંટા ફેરા જોવા મળ્યા હતા, અને સવારે વડા આઠેક વાગ્યાના અરસામાં વરસાદી ઝાપટું વરસી ગયું હતું.જો કે થોડીવાર બાદ જ વાદળો વિખેરાઈ ગયા હતા, અને ફરીથી સૂર્ય દેવતાનો પ્રકોપ દેખાયો હતો, અને લોકોને ફરીથી કાળજાળ ગરમીનો સામનો કરવો પડ્યો હતો. શહેર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહ હતી તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. ગઈકાલે પણ પ્રતિ કલાકના ૪૫થી ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાનો અવિરત ચાલુ રહ્યો હતો.
જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલરૂમના જણાવાયા અનુસાર ગઈકાલે સવારે ૮.૦૦ વાગ્યે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન લઘુતમ તાપમાન ૨૯.૧ ડિગ્રી સેન્ટિગ્રેડ, જ્યારે મહત્તમ તાપમાન ૩૫.૧ ડિગ્રી સેન્ટિગ્રેડ છે. વાતાવરણ માં ભેજનું પ્રમાણ ૮૩ ટકા રહ્યું હતું. જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિક કલાકના ૪૫થી ૫૦ કિ.મીની ઝડપે રહી હતી.