• વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ સામે સ્વબચાવ કરીએ

હવામાન વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડા બિપરજોય અંગે આગાહી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગૃરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રસાશન તંત્ર સજજ છે. જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, કોસ્ટ ગાર્ડ સહિતની ટીમો સતત કાર્યરત છે. 

સંભવિત વાવાઝોડાના પગલે લોકોને નહિ ગભરાવવાની જિલ્લા પ્રસાશન દ્વારા અપીલ કરવામાં આવી છે. જિલ્લા કલેકટરશ્રી અશોક શર્મા દ્વારા લોકોને સાવધ રહેવા તેમજ સલામત સ્થળે ખસી જવા તાકીદ કરવામાં આવી છે.

કુદરતી આપદાના સમયે લોકોને અફવાઓથી દૂર રહેવા, ઘરની બહાર નહિ નીકળવા, વીજપોલ કે વીજ વાયર નહિ અડકવા, ઝાડ કે થાંભલાઓ પાસે ઊભા નહિ રહેવા, તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓ ભેગી કરી તૈયાર રાખવી.

આ ઉપરાંત માછીમારોએ સલામત સ્થળે બોટ લાંગરી દેવી તથા દરિયામાં નહિ જવા, અગરિયાઓને પણ દરિયા કિનારે નહિ જવા અપીલ કરવામાં આવી છે









.