વાંકિયા ગામ પાસે બાઈકને ઈનોવાની ટક્કરથી બાઈક ચાલક નું મૃત્યુ: સેતાલસ ગામ પાસે ટ્રેક્ટર હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર જિલ્લામા અલગ અલગ વાહન અકસ્માતના બે બનાવમાં બે બાઈક ચાલકના સારવારમાં મૃત્યુ થયા છે. લાલપુરના સેતાલુસ ગામના એક પ્રૌઢને બાઈક સાથ ટ્રેક્ટરે હડફેટે લેતાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું છે. જ્યારે ધ્રોલના વાકિયા પાસે બાઈકને ઈનોવા મોટરે ઠોકર મારી દેતા અકસ્માતમાં બાઈક ચાલકનું મૃત્યુ થયું છે.
લાલપુર તાલુકાના સેતાલુસ ગામના કાળુભાઈ ચુડાસમા નામના પ્રૌઢ ગત તાં.૧૦ના સાંજે સેતાલુસ ગામના મેઈન ગેઈટ પાસેથી મોટરસાયકલ પર પસાર હતા ત્યારે જીજે-૧૦-બીઆર ૬૫૯૪ નંબરના ટ્રેક્ટર ટ્રોલી ચાલકે બાઈકને ઠોકર મારતાં અકસ્માત થયો હતો. જેમાં ઘવાયેલા કાળુભાઈને ગંભીર ઈજા થઈ હતી. તેઓને સારવાર માટે હોસ્પિલમાં લઇ જવામાં આવતા તેમનું મૃત્યુ નિપજયુ હતું. આ અંગે તેમને પુત્ર રવિ કાળુભાઈ ચુડાસમાએ ટ્રેક્ટર ચાલક સામે મેઘપર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
અકસ્માતના બીજા બનાવમાં ધ્રોલના વાંકિયા ગામના આણંદભાઈ ભાલોડીયા નામના વૃદ્ધ ગત તાં. ૧૦ના રાત્રે દસેક વાગ્યે બાઈક લઈને પોતાના ખેતરેથી ઘર તરફ જતાં હતા ત્યારે વાકિયા ગામ નજીક પેટ્રોલપંપ પાસે જીજે-૧૦-ટીવી ૮૧૬૦ નંબરની ઈનોવા મોટરે તેઓને હડફેટે લીધા હતા. ગંભીર ઈજા પામેલા આણંદભાઈ ને સારવાર માટે હોસ્પિલમાં લઇ જવામાં આવ્યા હતા.જ્યાં તેમનું સારવારમાં મૃત્યુ થયું છે. આ અંગે તેમના પુત્ર ભગવાનજી ભાલોડીયાએ મોટરકાર.ચાલક સામે ધ્રોલ પોલીસમાં ફરિયાદ કરી છે.
0 Comments
Post a Comment