• સંભવિત વાવાઝોડા બીપોરજોયની આગાહીના પગલે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ થઇ રહી છે પૂર્વ તકેદારી


બીપોરજોય વાવાઝોડા અંગે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ના પગલે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ જિલ્લા પ્રશાસન દ્વારા ખાસ કરીને દરિયાકાંઠાના ગામોમાં લોકોને સંભવિત કુદરતી આપદા અંગે સાવચેત અને સમજુત કરવામાં આવી રહ્યા છે.

 દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠાના ગામોમાં ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં વધારે અસર થઈ શકે તેવી સંભાવનાના કેટલાક સ્થળો નક્કી કરી ૧૧૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

 બીજી તરફ જિલ્લામાં સંભવિત વાવાઝોડા અંગે સંકલન તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે કોમ્યુનિકેશન, મદદ, રાહત બચાવ કામગીરી થઈ શકે તે માટે કલેક્ટર શ્રી અશોક શર્માના માર્ગદર્શન હેઠળ કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે.


લોકોને દરિયાકાંઠે નહિ જવા તેમજ સાવચેતી રાખવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.