જામનગર મોર્નિંગ - જામનાગર

જામનગર શહેરમાં સંભવિત વાવાઝોડાના પગલે  ઓછી નુકસાની થાય, તેની તકેદારીના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ખાનગી જગ્યામાં તેમજ મહાનગરપાલિકાની જગ્યામાં ઊભા કરાયેલા જાહેરાતના મોટા બોર્ડ વગેરે ઉતારવાની કામગીરી આજે સતત બીજા દિવસે પણ અવિરત ચાલુ રાખવામાં આવી છે.

જેના ભાગ રૂપે ડીકેવી કોલેજ રોડ, રણજીત રોડ, સરુસેક્શન રોડ, ગુલાબ નગર રોડ, ઇન્દિરા માર્ગ, અંબર ચોકડી, જુના રેલવે સ્ટેશન સહિતના અલગ અલગ વિસ્તારોમાં ૩૦થી વધુ જાહેરાતના હોર્ડિંગને ઉતારી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત રોડની ડિવાઇડરની વચ્ચેના સ્ટ્રીટ લાઈટના થાંભલાઓમાં લગાડવામાં આવેલા ૨૫૦થી વધુ કિઓસ્ક બોર્ડ પણ સલામતીના ભાગરૂપે ઉતારી લેવાયા છે, અને જામનગર મહાનગર પાલિકાની કચેરીમાં જમા કરી દેવાયા છે. 

.