જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરમાં ગોકુલનગર નજીક સાંઢીયા પુલ પાસે સાધુના વેશમાં આવેલ શખ્સ આશીર્વાદ લેવાનું કહી સોનાનો ચેઇન આંચકી લઈ છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો હોય જે વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર રોકાયો હોવાની બાતમીના આધારે જામનગર પેરોલફર્લો સ્કોવડની ટીમે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગરમાં ગોકુલનગર નજીક સાંઢીયા પુલ નીચે આજથી ત્રણ વર્ષ પહેલા સાધુના વેશમાં આવેલ શખ્સે એક્ટિવા ચાલકને રોકી આશીર્વાદ લેવાનું કહી ફરિયાદીના ગળામાંથી રૂ. 1,47,000નો સોનાનો ચેન કાઢી લઈ નાશી ગયેલ હતો, જે ગુનામાં આજદિન સુધી નાસતો ફરતો મદારી ગેંગનો મુખ્ય સુત્રધાર કેશરનાથ ઉર્ફે કેશવનાથ સમજુનાથ ભાટી નામનો શખ્સ હાલ મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર હોય તેવી બાતમી જામનગર પેરોલફર્લો સ્ક્વોડના ગોવિંદભાઇ ભરવાડ, સલીમભાઇ નોયડા, ભરતભાઈ ડાંગર અને કાસમભાઈ બ્લોચને મળતા એલસીબી પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એલ.જે. મિયાત્રાની સૂચનાથી માટેલ રોડ પર જઈ ઉપરોક્ત આરોપીને ઝડપી લઈ જામનગર સીટી સી ડિવિઝન પોલીસને સોંપી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

.