જામનગર મોર્નિંગ - જામનગર

જામનગર શહેરના ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો ગુલાબનગર તથા નવનાલા આસપાસની સોસાયટી કે જ્યાં કાચા પાકા મકાનો બનાવીને લોકો વસવાટ કરે છે, અને અનેક વખત આ વિસ્તારમાં પૂરની પરિસ્થિતિમાં ખૂબ જ હેરાન થવું પડે છે. અને પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાય છે. જે વિસ્તારમાં ગઈકાલે જામનગરના ૭૮- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાએ મુલાકાત લીધી હતી, અને તમામ નાગરિકોને મહાનગરપાલિકા દ્વારા ઉભા કરાયેલા આશ્રય સ્થાનોમાં સમયસર ખસી જવા માટેની તાકીદ કરી હતી. જેઓની સાથે જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, ઉપરાંત સ્થાનિક કોર્પોરેટર ધર્મરાજસિંહ જાડેજા, શહેર ભાજપના મહામંત્રી મેરામણભાઇ ભાટુ સહિતના અગ્રણીઓ જોડાયા હતા. 

.