જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેર અને જિલ્લામાં સંભવિત વાવાઝોડાના પગલે કોઈ જાનહાની સર્જાય, અથવા તો આપત્તિ જનક સ્થિતી બને, તો તેવી સ્થિતિને પહોંચી વળવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા એનડીઆરએફ અને એસફીઆરએફની બે ટીમોને જામનગર જિલ્લામાં મોકલી અપાઇ છે, અને જામનગર જિલ્લાના વહીવટી તંત્ર પાસે ટીમને સજજ બનાવીને તૈયાર રાખવામાં આવી છે.

જામનગર જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સમગ્ર જિલ્લામાં સંભવિત વાવાઝોડાના પગલે આપત્તિ જનક સ્થિતિને પહોંચી વળવા માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે, જયારે રાજ્ય સરકાર દ્વારા આજે એન.ડી.આર.એફ. અને એસડીઆરએફની ૩૦ સભ્યો સાથેની ટુકડીને મોકલવામાં આવી હતી, અને આ ટુકડીનું જામનગરમાં આગમન થઈ ગયું છે, અને જિલ્લાના વહીવટી તંત્ર સમક્ષ સાધન સામગ્રી સાથેની ટીમને તૈનાતમાં રાખવામાં આવી છે.

.