જામનગર મોર્નિંગ - જામનગર
બિ૫ોરજોય વાવાઝોડાની દહેશતથી તમામ સંબંધિત વિભાગો સતર્ક બન્યા છે અને એલર્ટ મોડમાં છે. જ્યારે સૌરાષ્ટ્રના સમુદ્રમાં ઉભેલી ૧૧ શિપોને દૂર સલામત સ્થળે ખસેડવામાં આવી છે.
વાવાઝોડાના કારણે બંદર ઉપર ૯ નંબરનું સિગ્નલ ચઢાવી દેવામાં આવ્યું છે. જ્યારે ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા આગમચેતી રૂપે બંદરો ઉપર લોર્ડીંગ-અન લોડીંગ કામગીરી બંધ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં ૧૧ શિપોને જ્યા ડાયરેકટ બર્થીંગ છે ત્યાંથી દૂર સલામત જગ્યાએ ખસેડવામાં આવેલ છે. જેમાં હાલારના સિક્કા અને ઓખાનો પણ સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રના દરિયામાં કોલસાનું લોડીંગ અને બાર્જની અવરજવર બંધ છે. અને શિપને દૂર લઈ જવામાં આવ્યું છે. શિપથી જેટીને નુકસાન ન થાય તથા શિપ પણ સલામત રહે તે માટે આ પગલા લેવાઈ રહ્યા છે.
.
0 Comments
Post a Comment