જામનગર મોર્નિંગ - જામનગર

જામનગર મહાનગર પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ૪૪ શાળાઓમાં હાલ ૯૫ જેટલા શિક્ષકોની  ઘટ હોવાથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર ભારે અસર પડી રહી હોવાનું જણાવી શહેર કોંગ્રેસ દ્વારા આજે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલીક અસરથી શિક્ષકોની ભરતી કરીને ખાલી જગ્યા પૂરવા માટેનો અનુરોધ કરાયો છે.

જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, અને વિરોધ પક્ષના નેતા ધવલ નંદા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય આનંદ ગોહિલ વગેરેને આગેવાનીમાં આજે કોંગી કાર્યકરોએ રેલી યોજીને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચી વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું છે. 

જેમાં જણાવાયા અનુસાર એક તરફ સરકાર શાળા પ્રવેશોત્સવ તથા ભણે ગુજરાત અને વાંચે ગુજરાત તેમજ સ્માર્ટ સ્કૂલ બનાવવાની ઝુંબેશ ચલાવે છે, પરંતુ બીજી તરફ જામનગરની શાળાઓમાં શિક્ષકોના અભાવે બાળકોનું ભણતર અંધકારમય બને છે. જેથી શિક્ષકોની ભરતી કરવા તેમજ શાળા નંબર-૧માં તાત્કાલિક ધોરણે શિક્ષકોની ખાલી જગ્યા છે, જે ભરવા માટેની પણ માંગણી કરવામાં આવી છે. 









.