જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર તાલુકાના તમાચાણ ગામમાં ખુલ્લા બોરવેલમાં પડી જવાના કારણે એક માસુમ બાળકીની જિંદગી છીનવાઇ ગયા પછી ખુલ્લો બોરવેલ મૂકી દેનાર વાડી માલિક સામે મનુષ્યવધ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી વિગત મુજબ જામનગર તાલુકાના તમાચણ ગામમાં એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની અઢી વર્ષની બાળકી રોશની કે જેનું ખુલ્લા બોરમાં પડી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું. જે ખુલ્લો બોલવેલ મૂકી દેના વાડી માલિક ચંદુભાઈ ગોવિંદભાઈ ગોહિલ સામે મનુષ્યવધ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.
તમાચણ ગામમાં ખેતીવાડી ધરાવતા ચંદુભાઈ ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્ય પ્રદેશ વતની લાલુભાઈ મનુભાઈ વાસકેલા કે જેની અઢી વર્ષની પુત્રી રોશની રમતાં રમતાં પોતાની જ વાડીમાં  ખુલ્લા બોરવેલમાં પડી ગઈ હતી, અને મૃત્યુ પામી હતી.
જે ખુલ્લો બોરવેલ મૂકી દઈ બેદરકારી દાખવનાર વાડી માલિક ચંદુભાઈ ગોવિંદભાઈ ગોહિલ સામે પંચકોશી એ. ડિવિઝન પોલીસમાં મૃતક બાળકીના પિતાએ મનુષ્યવધ અંગેની ફરિયાદ નોંધાવી છે, અને પોલીસે આઇપીસી કલમ ૩૦૪ અ મુજબ ગુનો નોંધ્યો છે, અને ખેડૂતની ધરપકડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મૃતક બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવાયા પછી તેની અંતિમ વિધિ કરવા માટે વતનમાં લઈ જવામાં આવ્યો છે.