જામનગર જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળામાં પણ આજે એક દિવસ માટેની રજા જાહેર કરાઈ

જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર જિલ્લામાં સંભવિત વાવાઝોડા ના પગલે શિક્ષણ વિભાગ દ્વારા પણ તકેદારી રાખવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની જામનગર શહેરમાં આવેલી તમામ શાળાઓમાં આજે તારીખ ૧૨.૬.૨૦૨૩ થી આગામી ૧૪.૬.૨૦૨૩ સુધી ત્રણ દિવસ માટેની રજા જાહેર કરવામાં આવી છે, અને વાલીઓએ આ ત્રણ દિવસ દરમિયાન બાળકોને શાળામાં નહીં આવવા માટેની સૂચના અપાઇ છે. આ ઉપરાંત જામનગર જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં આજે એક દિવસ માટેની રજા જાહેર કરવામાં આવી છે. જોકે શાળાના શિક્ષક ગણે તેમજ અન્ય સ્ટાફે શાળામાં હાજર રહેવા માટેના આદેશો કરાયા છે. માત્ર વિદ્યાર્થીઓ માટેનું શિક્ષણ કાર્ય બંધ રખાયું છે.